12 March, 2026 01:33 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઍરફોર્સના ઑફિસરે નકલ પુશઅપ્સ કરીને ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું
સોશ્યલ મીડિયામાં એક વિડિયો-ક્લિપ ખૂબ ફરી રહી છે. એમાં ઍરફોર્સની તાલીમ લઈ રહેલા સ્ટુડન્ટ્સ તેમના જ કોઈ સાથીની પ્રાઇવેટ મોમેન્ટને ચિયર કરી રહ્યા છે. એક ઍરફૉર્સ ઑફિસર તેની સાડી પહેરીને ઊભેલી ગર્લફ્રેન્ડની ચારે તરફ નકલ પુશ-અપ્સ લગાવીને આખું સર્કલ પૂરું કરે છે. નકલ પુશ-અપ્સ એટલે મુઠ્ઠી બંધ કરીને એના પર અપર બૉડીને બૅલૅન્સ કરીને પુશ-અપ્સ કરવા. ઍરફોર્સની આખી સ્ક્વૉડની સામે બૉયફ્રેન્ડ ફિઝિકલ સ્ટ્રેન્ગ્થ બતાવીને પછી રિંગ કાઢીને ઘૂંટણિયે બેસીને પ્રપોઝ કરે તો કઈ છોકરી ના પાડી શકે?