૫.૫ લાખ રૂપિયા મોદીએ મોકલ્યા છે, પાછા નહીં આપું

17 September, 2021 03:47 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

હું એ પાછા નહીં આપું. મોદીએ બધાને જે ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું એનો જ આ હિસ્સો છે. મને માર્ચ મહિનામાં આ પૈસા મળ્યા હતા. હકીકતમાં મેં એ રૂપિયા વાપરી નાખ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

પોણાબે વર્ષથી પરેશાન કરી રહેલા કોરોના વાઇરસને કારણે લૉકડાઉન અને બીજાં નિયંત્રણોનો સામનો કરવામાં લોકોએ ભારે આર્થિક મુશ્કેલી સહન કરવી પડી છે. આવા કપરા સમયમાં બિહારના એક માણસના બૅન્ક-અકાઉન્ટમાં અચાનક લાખો રૂપિયા આવી ગયા, તો સ્વાભાવિક છે કે તેના મોઢામાં પાણી આવે અને લાલચની ભાવના જાગે. ખગરિયા ગામની ગ્રામીણ બૅન્કમાં ખાતું ધરાવતા રણજિત દાસના અકાઉન્ટમાં બૅન્કે ભૂલથી ૫.૫ લાખ રૂપિયા મોકલ્યા હતા. જોકે બૅન્કના અધિકારીને ભૂલ સમજાતાં તેમણે તરત રણજિતને વાકેફ કરીને એ બધા પૈસા પાછા માગ્યા ત્યારે રણજિતે ફટ દઈને કહી દીધું, ‘મને તો આ પૈસા વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલ્યા છે. હું એ પાછા નહીં આપું. મોદીએ બધાને જે ૧૫ લાખ રૂપિયા આપવાનું વચન આપ્યું હતું એનો જ આ હિસ્સો છે. મને માર્ચ મહિનામાં આ પૈસા મળ્યા હતા. હકીકતમાં મેં એ રૂપિયા વાપરી નાખ્યા છે.’
જોકે બૅન્કે કરેલી ફરિયાદ બાદ માનસી પોલીસ-સ્ટેશનના અધિકારી દીપકકુમારે કહ્યું કે અમે બૅન્ક અકાઉન્ટ ધારક રણજિત દાસની ધરપકડ કરી છે.

offbeat news narendra modi