15 April, 2025 01:02 PM IST | Lucknow | Gujarati Mid-day Correspondent
મૉડિફાય કરેલી મોટરસાઇકલ
ભારતીયોનો અને એમાંય ઉત્તર પ્રદેશના લોકોનો જુગાડ જોઈને દંગ રહી જવાય. તાજેતરમાં ઉત્તર પ્રદેશના બારાબંકીમાં એક અનોખી જુગાડ ગાડી પર બેસીને આખો પરિવાર જતો જોવા મળ્યો હતો. આ ગાડી એક મોટરસાઇકલને મૉડિફાય કરીને બનાવી છે. મોટરબાઇકની પાછળની સીટ પર લાકડાની રેંકડીને જૉઇન્ટ કરી દીધી છે. એને કારણે પાછળની એક વ્યક્તિની બેસવાની સીટને બદલે ત્રણ-ચાર જણ એકસાથે આરામથી બેસી શકે છે એટલું જ નહીં, એ રેંકડી પર સામાન પણ સારોએવો લાદી શકાય છે. બારાબંકીના રોડ પર આ મોટરબાઇક અનેક વાર દોડતી જોવા મળી છે, પરંતુ કોઈ પોલીસે હજી એને રોકવાની કોશિશ કરી નથી.
જો પાછળથી આ ગાડી જતી જુઓ તો લાકડાની ઠેલણગાડી ફુલ સ્પીડમાં દોડતી હોય એવું લાગે છે, પણ હકીકતમાં એને મોટરબાઇક સાથે જોડી દીધી હોવાથી આ સ્પીડ મળી છે. આ બાઇકની અંદર સાઇલેન્સર જેવું કંઈ છે જ નહીં એટલે એ દોડતી વખતે એટલો અવાજ કરે છે કે હૉર્નની જરૂર જ નથી રહેતી. આ બાઇકને સ્ટાર્ટ કરવા માટે પણ જુગાડ લગાવવો પડે છે.