27 September, 2026 03:09 PM IST | Ranchi | Gujarati Mid-day Correspondent
દારૂની દુકાનમાં વાંદરી
એક વાંદરી દારૂની દુકાનમાં ટલ્લી થઈને પડી હોય એવો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. ઘટના ઝારખંડના રાંચીમાં આવેલી એક દારૂની દુકાનની છે. એમાં એક વાંદરી દારૂની બૉટલોના બૉક્સ પર આરામથી પડેલી જોવા મળે છે. એવું લાગી રહ્યું છે કે એણે નશો કરી લીધો છે. દુકાન ખુલ્લી હતી ત્યારે જ એક વાંદરી ધીમે-ધીમે કરીને દુકાનમાં ઘૂસી હતી અને પછી એક બૉક્સ પર આરામથી સૂઈ ગઈ હતી. કોઈએ એને દારૂ પીતાં જોઈ નહોતી, પરંતુ દાવો થઈ રહ્યો છે કે દારૂના નશાને કારણે જ ધુત થઈને સૂઈ ગઈ હતી. લોકોએ એને ભગાવવાની ખૂબ કોશિશ કરી પણ બહેનબા ટસની મસ થઈ નહોતી રહી.