મિચોઆકાનમાં બન્યો મેક્સિકન લોકનૃત્યનો નવો વર્લ્ડ રેકૉર્ડ

30 June, 2022 09:09 AM IST  |  Michoacán | Gujarati Mid-day Correspondent

રાજ્યના સાંસ્કૃતિક પ્રધાને આ રેકૉર્ડ માટે ભાગ લેવા આવેલા તમામ ડાન્સરો અને સંગીતકારોનો આભાર માન્યો હતો

મેક્સિકન લોકનૃત્યનો નવો વર્લ્ડ રેકૉર્ડ

સૌથી મોટા પ્રમાણમાં મેિક્સ‌કન લોકનૃત્યના ૨૦૧૯ના વર્લ્ડ રેકૉર્ડને મે​િક્સ‌કોના મિચોઆકાન સ્ટેટ દ્વારા તોડવામાં આવ્યો હતો. ૨૦ જેટલી મિચોઆકાન રાજ્યના મહાનગરપલકાના ૯૦૦ કરતાં વધુ ડાન્સરો મોરેલિયાના ઐતિહાસિક સેન્ટરમાં ભેગા થયા હતા. તેમ જ રાજ્યના ઍન્થમ પર ડાન્સ કર્યો હતો. એમની સંખ્યા ૧૧૦૦ હોવાનું મનાય  છે. માની લો કે એટલી સંખ્યા ન હોય તો પણ ઑગસ્ટ ૨૦૧૯માં થયેલા ૮૮૨ ડાન્સરોના રેકૉર્ડને તોડવા માટે પૂરતો હતો. આ રેકૉર્ડ ગુઆડાલજારામાં નોંધાયો હતો. આગામી એક સપ્તાહમાં ગિનેસ બુક દ્વારા નવા રેકૉર્ડની ઘોષણા કરવામાં આવશે.

રાજ્યના સાંસ્કૃતિક પ્રધાને આ રેકૉર્ડ માટે ભાગ લેવા આવેલા તમામ ડાન્સરો અને સંગીતકારોનો આભાર માન્યો હતો. ગીત ગાનાર એક કલાકારે કહ્યું હતું કે આ માત્ર રેકૉર્ડ તોડવા માટે નથી પરંતુ સમગ્ર વિશ્વને શાંતિનો સંદેશો પણ મોકલવાનો હતો. રવિવાર સૌથી મોટો મેક્સિકન લોકનૃત્યનો રેકૉર્ડ તૂટ્યો છે. ઑસ્ટ્રિયા, ફિલિપીન્સ, પેરુ અને ગ્રીસ સહિતના ઘણા દેશોમાં મોટાં લોકનૃત્યો થયાં છે.

offbeat news international news mexico guinness book of world records