✕

સંતાનોને દૂધી ખાવી નહોતી ગમતી, મમ્મીએ દૂધીમાંથી સ્લિપરના શેપના ક્રિસ્પી પકોડા બનાવીને ખવડાવ્યા

25 September, 2026 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બાળકોને દૂધી ખવડાવવા હેતલ નામની મહિલાએ અનોખો ઉપાય કર્યો. તેણે દૂધીને ચપ્પલના આકારમાં કાપીને ચણાના લોટના ખીરામાં બોળી તળીને સ્લિપર શેપના પકોડા બનાવ્યા. તેનો વિડિયો સોશ્યલ મીડિયા પર ચર્ચામાં છે.

દૂધીના સ્લિપરના શેપના ક્રિસ્પી પકોડા

બાળકો જ્યારે ખાવામાં નખરાં કરે અથવા તો તોફાન કરે ત્યારે કેટલીક મમ્મીઓ કહેતી હોય છે કે ‘આ નહીં ખાય તો શું તું ચપ્પલ ખાઈશ?’ જોકે આ મજેદાર વાક્યને એક મમ્મીએ ક્રીએટિવ ટ્‍‌વિસ્ટ આપ્યો છે. નખરાળાં બાળકોને શાકભાજી ખવડાવવા એ ચૅલૅન્જ છે, પરંતુ સોશ્યલ મીડિયા પર હેતલ નામની એક મહિલાએ સંતાનોને દૂધી પણ ચટાકેદાર લાગે એવી રેસિપી બનાવવાની ચૅલૅન્જ લીધી હતી અને દૂધીમાંથી સ્લિપર શેપના પકોડા તૈયાર કર્યા હતા. વિડિયોમાં જોઈ શકાય છે કે બહેન લાંબી દૂધીની સ્લાઇસ કરીને એને ચપ્પલના સોલના શેપ મુજબ કાપે છે અને એના પર દૂધીની છાલની મદદથી સ્લિપરનો શેપ આપે છે. ટૂથપિકથી એને સેટ કરીને આખાય પકોડાને ચણાના લોટના ખીરામાં પલાળીને તેલમાં તળી લે છે. ક્રિસ્પી અને બ્રાઉન રંગનાં ચપ્પલ સ્વાદમાં કેવા છે એ તો ખબર નથી પણ દેખાવ જોઈને આ આઇડિયા સોશ્યલ મીડિયામાં તો બહુ સરાહના પામ્યો છે. 

viral videos social media social networking site offbeat news hatke news