કૅન્સરપીડિત બાળકી માટે નગરપાલિકાનાં કમિશનરે પોતાનું માથું મૂંડાવી દીધું

04 August, 2026 05:57 PM IST  |  Singrauli | Gujarati Mid-day Correspondent

મધ્ય પ્રદેશની નગરપાલિકા કમિશનર સવિતા પ્રધાને કીમોથેરપીથી વાળ ગુમાવનારી નાની બાળકીનો આત્મવિશ્વાસ વધારવા પોતાનું માથું મૂંડાવી માનવતાનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું.

કૅન્સરપીડિત બાળકી માટે નગરપાલિકાનાં કમિશનરે પોતાનું માથું મૂંડાવી દીધું

મધ્ય પ્રદેશના સિંગરૌલી ગામની નગરપાલિકાનાં કમિશનર સવિતા પ્રધાને સંવેદનશીલતા અને માનવતાની જબરદસ્ત મિસાલ રજૂ કરી છે. તેમણે એક નાની બાળકી માટે થઈને પોતાનું માથું મૂંડાવી દીધું હતું. વાત એમ છે કે સવિતા આદિવાસી વિસ્તારમાં ઊછર્યાં છે અને તે સામાન્ય લોકો સાથે રોજ વાતચીત કરવા માટે સમય ફાળવે છે. તાજેતરમાં તેમની મુલાકાત એક ૮-૯ વર્ષની બાળકી સાથે થઈ જે કૅન્સર સામે ઝૂઝી રહી હતી. કીમોથેરપીને કારણે તેના માથાના વાળ જતા રહ્યા હતા. માથા પર ટાલ હોવાથી એ બાળકી બહુ સંકોચ અનુભવી રહી હતી. એ સમયે સવિતાએ બાળકીની સાથે વાતો કરતાં-કરતાં પૂછેલું કે જો હું પણ તારા જેવી દેખાવા લાગું તો તને ગમે? બાળકીએ બાળસહજ હા પાડી હતી અને સવિતા પ્રધાને પણ એ દીકરીને કહેલી વાત પાળી અને ફરીથી તેને મળ્યાં. એ જોઈને બાળકીના મોં પર સ્માઇલ આવી ગયું. 

madhya pradesh cancer viral videos offbeat news hatke news