25 May, 2026 03:27 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
વાયરલ વીડિયોનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)
મુંબઈની ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલના ગ્રેજ્યુએશન સમારોહ દરમિયાન એક વિદ્યાર્થીએ કરેલી મજેદાર ટિપ્પણીથી આખું ઓડિટોરિયમ હાસ્યથી ગુંજી ઉઠ્યું હતું. ખાસ વાત એ રહી કે આ પ્રસંગે હાજર રહેલી નીતા અંબાણી પણ પોતાનું હાસ્ય રોકી શક્યા નહોતા. આ ઘટનાનો વીડિયો હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલના `ક્લાસ ઓફ 2026`ના ગ્રેજ્યુએશન સમારોહનો એક વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાઇરલ થઈ રહ્યો છે. વાઇરલ થવાનું કારણ શાળાના હેડ બોયની એ મજાકમાં એક ટોણો મર્યો, જેમાં તેણે અંબાણી પરિવારની IPL ટીમ ‘મુંબઈ ઈન્ડિયન્સ’નો ઉલ્લેખ કરીને એવો પંચ માર્યો કે હોલમાં બેઠેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.
તેની સ્પીચ દરમિયાન વિદ્યાર્થી શાળાની સફર, મિત્રતા અને ભવિષ્યના પડકારો વિશે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન તેણે અચાનક કહ્યું- "આપણી પ્રિય મુંબઈ ઈન્ડિયન્સની જેમ, જિંદગીમાં પણ કેટલીક મુશ્કેલ સીઝન આવશે.
ત્યારબાદ કેમેરો નીતા અંબાણી તરફ ફેરવાયો, જ્યાં તેઓ આ અચાનક ઉલ્લેખ પર હસતા અને ચહેરો ઢાંકી લેતા જોવા મળ્યા હતા.
વિદ્યાર્થીએ આગળ કહ્યું, “કેટલીક એવી સીઝન આવશે જ્યાં બધું ખોટું જતું લાગશે, મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે અને તમે દરેક બાબતે સવાલ કરવા લાગશો.”
જોકે, આ માત્ર એક સામાન્ય મજાક નહોતી. વિદ્યાર્થીએ તરત જ પોતાની વાતને જીવનના એક મોટી શીખ સાથે જોડી દીધી. તેણે વધુમાં કહ્યું કે- “જીવનમાં એવો સમય પણ આવશે જ્યારે મહેનત પ્રમાણે પરિણામ નહીં મળે અને દરેક વસ્તુ પર સવાલો ઉભા થશે. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની જેમ જ આપણે આપણી ઓળખ, વારસો અને આપણા લોકો પરનો ભરોસો ક્યારેય છોડવો જોઈએ નહીં.” વિદ્યાર્થીએ તેના ભાષણનો અંત પણ મુંબઈ ઈન્ડિયન્સના પ્રખ્યાત નારા `દુનિયા હિલા દેંગે હમ` સાથે કર્યો હતો. આ સાંભળીને નીતા અંબાણીએ હસતાં હસતાં ઊભા થઈને તાળીઓ પાડી હતી અને આખો હોલ ચિયર્સથી ગુંજી ઉઠ્યો હતો.
ભાષણના અંતે તેણે મુંબઈ ઇન્ડિયન્સનો લોકપ્રિય સૂત્ર “દુનિયા હિલા દેંગે હમ” બોલતાં જ નીતા અંબાણી સ્મિત સાથે તાળી પાડતી જોવા મળી હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા લોકો વિદ્યાર્થીની પ્રશંસા કરી રહ્યા છે. ઘણા યુઝર્સે કહ્યું કે તેણે હાસ્ય અને જીવનના પાઠને ખૂબ જ સુંદર રીતે જોડ્યા. એક યુઝરે લખ્યું, “હા, મુશ્કેલ સીઝન આવે છે, પણ તેમની લેગસી ઓછી ના આંકો.” જ્યારે બીજા એક યુઝરે કહ્યું, “ઓછામાં ઓછું નીતા અંબાણીએ આ વાતને ખૂબ સ્પોર્ટિંગ રીતે લીધી.”