મુંબઈની રેસ્ટોરાંએ બનાવ્યો બે કિલોનો બાહુબલી મોમો

20 October, 2021 01:52 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આ વિકરાળ મોમોને એના સ્વરૂપને અનુરૂપ નામ અપાયું છે, બાહુબલી ગોલ્ડ મોમો. અલબત્ત, આ અગાઉ પણ દુબઈ અને દિલ્હીમાં લોકપ્રિય વાનગીઓ પર ખાઈ શકાય એવું સોનું લગાવીને ગોલ્ડ વડાપાંઉ અને ગોલ્ડ પાન પીરસવાના પ્રયોગ થઈ ચૂક્યા છે.

મુંબઈની રેસ્ટોરાંએ બનાવ્યો બે કિલોનો બાહુબલી મોમો

હાલમાં એક વાઇરલ થયેલા વિડિયોમાં મુંબઈની એક હોટેલનો વિશાળ, વજનદાર અને સુવર્ણભર્યો પ્રયોગ જોવા મળી રહ્યો છે. મુંબઈની મેસી અડ્ડા નામની બ્રેકફાસ્ટ શૉપ વિશાળકાય મોમો(વડા જેવી વાનગી) લઈને આવી છે. એ પણ ૨૪ કૅરૅટ સોનાથી મઢેલો અને પૂરા બે કિલો વજનનો મોમો. બે કિલોના આ મોમોની અંદર જુદાં-જુદાં શાકભાજી અને મોઝરેલા ચીઝ ભરેલાં છે. મોમોની ટોચ પર ૨૪ કૅરૅટ ખાઈ શકાય એવું સોનું છે. આ વિશાળકાય મોમો સાથે ઑરેન્જ મિન્ટ મોજિટો, બે ચૉકલેટ મોમો, ત્રણ ચટણી અને બે માયો ડીપ પીરસવામાં આવે છે. આ વિકરાળ મોમોને એના સ્વરૂપને અનુરૂપ નામ અપાયું છે, બાહુબલી ગોલ્ડ મોમો. અલબત્ત, આ અગાઉ પણ દુબઈ અને દિલ્હીમાં લોકપ્રિય વાનગીઓ પર ખાઈ શકાય એવું સોનું લગાવીને ગોલ્ડ વડાપાંઉ અને ગોલ્ડ પાન પીરસવાના પ્રયોગ થઈ ચૂક્યા છે.
૧૨૯૯ રૂપિયાની આ મોમો-વાનગીનો વિડિયો જોઈને લોકોના મિશ્ર પ્રતિભાવોજોવા મળ્યા છે, પણ ખાવાપીવાના શોખીનોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. નેટિઝન્સના મિશ્ર પ્રતિભાવોમાં ઘણા વાનગીપ્રેમીઓએ આ મોમોમાં ડૂબકી લગાવવાની ઇચ્છા વ્યક્ત કરી છે તો ઘણાએ આ અખતરાનો શો અર્થ છે, સોનું લગાડવાથી મોમોના ભાવમાં ફરક પડશે, સ્વાદમાં નહીં જેવા પ્રશ્ન પૂછ્યા હતા.

offbeat news indian food