હરિયાણાના એક ઢાબામાં રોબો વેઇટરે જમાવ્યું આકર્ષણ

18 August, 2026 11:56 AM IST  |  Murthal | Gujarati Mid-day Correspondent

હરિયાણાના મુરથલના રેશમ ઢાબામાં હવે રોબો ગ્રાહકોના ટેબલ સુધી ભોજન સર્વ કરે છે. ડિજિટલ ઑર્ડર મળ્યા બાદ રોબો ખાસ ટ્રૅક પરથી પસાર થઈને ટેબલ નંબર પ્રમાણે વાનગીઓ પહોંચાડે છે.

હરિયાણાના એક ઢાબામાં રોબો વેઇટરે જમાવ્યું આકર્ષણ

હરિયાણામાં મુરથલ પાસેના ઢાબાઓ ખૂબ પ્રચલિત છે. એમાં રેશમ ઢાબા નામની એક જગ્યાએ ૪૦ ટેબલ લગાવેલાં છે. એમાં ડાયરેક્ટ કિચનમાંથી રોબો તમારા ટેબલ સુધી ખાવાનું સર્વ કરવા આવે છે. જોકે આ માટે ટેબલોની વચ્ચે રેલવેના પાટા જેવા ટ્રૅક જ રચવામાં આવ્યા છે. રોબો એના પરથી જ પસાર થઈ શકે છે. ઢાબામાં લોકો ડિજિટલી ઑર્ડર આપે છે અને તેમના 
ટેબલ-નંબર મુજબ રોબો જે-તે વાનગીઓ લઈને ત્યાં સુધી સર્વ કરવા આવે છે. મુરથલના ઢાબાઓની ઓળખ આમ તો પંજાબી પરાઠાઓથી થાય છે. અહીં વિશાળ થાલમાં ૧૪ વાટકીઓ સાથેની પંજાબી થાળી પણ ફેમસ છે. રોબો આ થાળી પણ સર્વ કરે છે. 

haryana robot technology news offbeat news hatke news