✕

ડભારી બીચ પર ૭૧ બાઇકરોએ બનાવી મા દુર્ગાની વિશાળ મુખાકૃતિ

12 October, 2026 12:39 PM IST  |  Surat | Gujarati Mid-day Correspondent

આ કમ્યુનિટીએ સુરતથી ડભારી બીચ પર જઈને બાઇક્સની ગોઠવણી કરીને મા દુર્ગાની આંખો અને તિલક જેવો આકાર રચીને માતાની મુખાકૃતિ ઊપસાવી હતી

બાઇકરોએ બનાવી મા દુર્ગાની વિશાળ મુખાકૃતિ

નવરાત્રિનો રવિવારે પ્રારંભ થયો. બધા લોકોએ પોતપોતાની આસ્થા મુજબ મા દુર્ગાના ઉત્સવને આવકાર્યો. સુરતની બાઇકિંગ કમ્યુનિટીએ તેમના બાઇકના પૅશન સાથે માતાજીના પર્વને જોડ્યું. આ કમ્યુનિટીએ સુરતથી ડભારી બીચ પર જઈને બાઇક્સની ગોઠવણી કરીને મા દુર્ગાની આંખો અને તિલક જેવો આકાર રચીને માતાની મુખાકૃતિ ઊપસાવી હતી. સુરત બાઇકિંગ કમ્યુનિટી નિયમિત રાઇડ્સ અને સામાજિક અને સાંસ્કૃતિક ઇવેન્ટ્સનું આયોજન કરે છે. આ વર્ષે જ રામનવમી પર તેમણે બાઇક્સની ગોઠવણીથી રામનામ લખ્યું હતું. એમાં ૬૫ બાઇકરો જોડાયા હતા. નવરાત્રિ નિમિત્તે પહેલા જ નોરતે આ કમ્યુનિટીના બાઇકરોએ ૭૧ બાઇક્સ સાથે મા દુર્ગાની મુખાકૃતિ તૈયાર કરી હતી. આ પણ એક અલગ રેકૉર્ડ હોય એવી સંભાવના છે, પરંતુ એને પ્રમાણ મળે એ માટે થોડીક રાહ જોવી પડશે.

navratri Garba surat offbeat news gujarat gujarat news festivals