લાંબા નખને કારણે છોકરી નથી મળતી, પણ વર્લ્ડ રેકૉર્ડ બનાવવા ૧૬ વર્ષથી નખ કાપ્યા નથી

19 April, 2026 02:44 PM IST  |  Nepal | Gujarati Mid-day Correspondent

નખ લાંબા કરીને કોઈ પણ રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વૈશ્વિક સ્તરે પોતાનું નામ બનાવવું.

દિનેશભાઈ

નેપાલના જનકપુરધામમાં રહેતા ૩૩ વર્ષના દિનેશસિંહ યાદવના જીવનમાં એક જ પૅશન છે : નખ લાંબા કરીને કોઈ પણ રીતે ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સમાં વૈશ્વિક સ્તરે પોતાનું નામ બનાવવું.

દિનેશભાઈએ છેલ્લાં ૧૬ વર્ષથી ડાબા હાથની આંગળીઓના નખ કાપ્યા નથી. તેમનું લક્ષ્ય વર્લ્ડ રેકૉર્ડ છે અને એ માટે તેઓ કંઈ પણ કરવા અને અનલિમિટેડ રાહ જોવા તૈયાર છે. હાલમાં તેમના ડાબા હાથના નખની કુલ લંબાઈ ૪૩ ઇંચ સુધી પહોંચી ગઈ છે. સૌથી લાંબો એક નખ નવ ઇંચનો છે. આ અનોખા શોખને કારણે તે દર મહિને નખની સારસંભાળ પણ રાખે છે. નખ બટકાય નહીં એ માટે તેલ લગાવે છે અને નેઇલ પૉલિશ પણ કરે છે. નખ માટેના ક્રેઝને કારણે કોઈ છોકરી તેમની સાથે લગ્ન કરવા તૈયાર નથી. ૩૩ વર્ષની ઉંમરે હવે તેમના સામાજિક સંબંધો પણ છૂટી રહ્યા છે, પરંતુ તેમના જીવનમાં એક જ પ્રાયોરિટી છે - વિશ્વમાં લાંબા નખ માટે નામ બનાવવું. આમ તો અકાઉન્ટન્ટનું ભણેલા દિનેશસિંહ એક હાથે ખેતીનું દૈનિક કાર્ય ખૂબ સારી રીતે કરી લે છે. તેમનું આ પૅશન જોઈને અમેરિકામાં રહેતો તેમનો એક પ્રશંસક આર્થિક સહાય પણ કરે છે. 

offbeat news nepal guinness book of world records international news world news