02 November, 2026 02:05 PM IST | Nepal | Gujarati Mid-day Correspondent
બુધવારે સ્થાનિકોએ આ ડૉગીને ફસાયેલો જોયો
નેપાલમાં સેતી નામના શ્વાનને નવું જીવન મળ્યું હતું. તે ૨૦ દિવસથી નદીની વચ્ચે આવેલા એક ખડક પર ફસાયેલો હતો. નેપાલના ગોરખા જિલ્લામાં ૧૧ ઑક્ટોબરે બુઢી ગંડકી નદીમાં આવેલા પૂર વખતે સેતી તણાઈ ગયો હતો અને પછી એક ખડક પર ફસાઈ ગયો હતો. બુઢી ગંડકી નદીમાં પાણીનો પ્રવાહ થોડો ઘટ્યો એ પછી ગયા બુધવારે સ્થાનિકોએ આ ડૉગીને ત્યાં ફસાયેલો જોયો. એ પછી સ્થાનિકોએ થોડાં બિસ્કિટ ફેંકીને ડૉગીને ખાવા આપ્યાં. ધસમસતો પ્રવાહ થોડો ઘટ્યો એટલે બે નાવિકોએ હોડી લઈને પાણીમાં જઈને ડૉગીને રેસ્ક્યુ કર્યો હતો.