24 July, 2026 03:55 PM IST | New York | Gujarati Mid-day Correspondent
અમેરિકામાં રમાઈ વિશ્વની સૌથી લાંબી ટેબલ ફુટબૉલ મૅચ
અમેરિકાના ન્યુ યૉર્કમાં ૫૨૫ ફુટ લાંબી ટેબલ ફુટબૉલ ગેમ રમાડવામાં આવી હતી. આ માટે નૉર્મલ સાઇઝનાં લગભગ ૧૧૨ ફુટબૉલ રમવાના ટેબલ બનાવવામાં આવ્યા હતા અને એને એકસાથે જોડી દેવાયાં હતાં. રેકૉર્ડ માટે આ લાંબા ટેબલ પર ફુટબૉલ રમાવી પણ જરૂરી હતી. બ્રુકલિનના રોડ પર આ ટેબલ ગોઠવાયું એ પછી એની બન્ને તરફ મળીને લગભગ ૧૧૦૦ લોકોએ એ ટેબલ પર ફુટબૉલની ગેમ રમી હતી.
ગિનેસ વર્લ્ડ રેકૉર્ડ્સે આ ઇવેન્ટને સૌથી લાંબી ટેબલ ફુટબૉલ ગેમનો ખિતાબ આપ્યો.