08 December, 2025 02:35 PM IST | NewZealand | Gujarati Mid-day Correspondent
લૉકેટ
ન્યુ ઝીલૅન્ડના ઑકલૅન્ડમાં ૩૨ વર્ષના એક માણસે જેમ્સ બૉન્ડની પ્રેરણા પરથી બનેલું સોનાનું ઈંડાં જેવું લૉકેટ ચોરવાની કોશિશ કરી હતી. ફિલ્મોમાં જાતજાતની રીતે ચોરીઓ થતી દેખાડવામાં આવે છે. જોકે ૩૨ વર્ષના ચોરે દુકાનમાંથી પેન્ડન્ટની ચોરી કરીને પકડાઈ ન જવાય એ માટે મોંમાં નાખી દીધું હતું જે અનાયાસ ગળાઈ પણ ગયું. જોકે દુકાનમાં લાગેલા કૅમેરાથી ખબર પડી ગઈ કે ચોરાયેલું લૉકેટ ચોરના પેટમાં છે. ચોરને કસ્ટડીમાં લઈને તેની પૉટીની કડક નિગરાની રાખવાની શરૂ થઈ. ખૂબ ખવડાવીને તેને જુલાબ કરાવી દેવામાં આવ્યા જેથી પેટમાંથી પેલું લૉકેટ પણ નીકળી જાય. પોલીસને જ્યારે ચોરના મળમાંથી એ લૉકેટ પાછું મળ્યું ત્યારે રાહતનો દમ ખેંચ્યો હતો. આ કીમતી લૉકેટ ૧૫ લાખ રૂપિયાનું હતું એટલું જ નહીં, ઐતિહાસિક મહત્ત્વ પણ ધરાવતું હતું.