23 October, 2026 04:09 PM IST | Egypt | Gujarati Mid-day Correspondent
રાજાશાહી અંદાજમાં સૂતેલો બાળક
સોશ્યલ મીડિયા પર એક નવજાત બાળકનો ફોટો એક ડૉક્ટરે શૅર કર્યો હતો. ઇજિપ્તના કાઇરો શહેરમાં જન્મેલા આ બાળકની તસવીર પીડિયાટ્રિશ્યન ડૉ. ઇસ્લામ એલ્ડાહે શૅર કરી છે. પગ પર પગ ચડાવીને રાજાશાહી અંદાજમાં સૂતેલા આ બાળકના વિડિયોએ લોકોનું દિલ જીતી લીધું હતું. કોઈકે એને બાળકનો રૉયલ અંદાજ ગણાવ્યો હતો તો કોઈકે નવાબી અંદાજ. હજી તો તેની ગર્ભનાળ માંડ કપાઈ હતી અને ડૉક્ટર તેની પ્રાથમિક હેલ્થ તપાસી રહ્યા હતા ત્યારે બાળકના ચહેરા પર જે નિરાંત હતી એનું વર્ણન કરતાં ડૉક્ટરે કૅપ્શનમાં લખ્યું હતું, ‘બાળકે જિંદગી જીવવાનો સાચો અંદાજ શીખી લીધો છે.’