આ નાઇજીરિયન નકલી અંગોના માર્કેટમાંથી રંગભેદ મિટાવવા મેદાને પડ્યો છે

25 July, 2026 10:56 AM IST  |  Nigeria | Gujarati Mid-day Correspondent

તેનું માનવું છે કે એક પ્રોસ્થેટિક સામાન્ય વ્યક્તિ માટે કૃત્રિમ અંગ હોઈ શકે છે, પરંતુ જેને એની જરૂર છે તેના માટે તેનું અસ્તિત્વ છે.

જૉન અમાનમ

જ્યારે બે હાથ કે બે પગના વિકાસમાં ખામી હોય અથવા તો અકસ્માતને કારણે એ કપાવવા પડ્યા હોય ત્યારે કામચલાઉ ધોરણે સહારો રહે એવાં પ્રોસ્થેટિક્સ બહુ કામ આવે છે. આપણે ત્યાં જયપુર ફુટ પ્રચલિત છે એમ ઘૂંટણ સુધીનો પગ હોય કે માત્ર આંગળીઓ, કોણી સુધીનો હાથ હોય કે માત્ર કાંડું અને આંગળીઓ, બધું જ અલગ-અલગ પ્રોસ્થેટિક્સ તરીકે મળી રહે છે. જોકે મોટા ભાગે આ ક્ષેત્રમાં જે પ્રોસ્થેટિક્સ મળતાં હતાં એ ગોરા અને ઊજળા લોકોની સ્કિન સાથે મૅચ થાય એવાં જ હોય છે. જ્યારે ડાર્ક સ્કિન ટોનવાળી વ્યક્તિએ એનો ઉપયોગ કરવાનો હોય ત્યારે એની કૃત્રિમતા બહુ કનડે એવી લાગે છે. આ સમસ્યાના ઉકેલ તરીકે નાઇજીરિયાના જૉન અમાનમ નામનો યુવાન ઇમ્મૉર્ટલ કૉસ્મેટિક આર્ટ નામની કંપની શરૂ કરીને શ્યામ વર્ણ ધરાવતા લોકોની ત્વચા સાથે મેળ ખાય એવા શેડના કૃત્રિમ અંગો બનાવે છે. શિલ્પ અને ફાઇન આર્ટ્સની ટ્રેઇનિંગ લીધા પછી તેણે આફ્રિકાના અને અન્ય શ્યામવર્ણ લોકોની ત્વચાને મૅચ થાય એવાં અંગો બનાવવાનું શરૂ કર્યું છે. તેનું માનવું છે કે એક પ્રોસ્થેટિક સામાન્ય વ્યક્તિ માટે કૃત્રિમ અંગ હોઈ શકે છે, પરંતુ જેને એની જરૂર છે તેના માટે તેનું અસ્તિત્વ છે. પોતીકું લાગે એવું કૃત્રિમ અંગ મેળવવાનો હક બધાને છે એવું માનતા જૉને પોતાની આર્ટિસ્ટિક કલાનો ઉપયોગ કરીને દિવ્યાંગોને આગવી ઓળખ અપાવી છે.

offbeat news nigeria healthy living international news world news