નૉર્વેમાં લંગ-ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રિન્સેસ પણ વેઇટિંગ લિસ્ટમાં

08 June, 2026 11:53 AM IST  |  Norway | Gujarati Mid-day Correspondent

નૉર્વેનાં ક્રાઉન પ્રિન્સેસ મેટ્ટે-મારિટને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યાં છે

મેટે-મારિટ

નૉર્વેનાં ક્રાઉન પ્રિન્સેસ મેટ્ટે-મારિટને ફેફસાંના ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યાં છે. તબીબી નિષ્ણાતોના મતે ૨૦૧૮થી પલ્મનરી ફાઇબ્રૉસિસથી પીડાઈ રહેલાં બાવન વર્ષનાં પ્રિન્સેસ આ પ્રક્રિયા વિના લગભગ એકાદ વર્ષ જીવે એવી શક્યતા છે. પલ્મનરી ફાઇબ્રૉસિસ એક એવો રોગ છે જે ફેફસાંને નુકસાન પહોંચાડે છે અને ધીમે-ધીમે ઑક્સિજન શોષવાની એની ક્ષમતા ઘટાડે છે.

ઑસ્લોમાં નિષ્ણાત ડૉક્ટરો દ્વારા કરવામાં આવેલાં તબીબી પરીક્ષણોમાં જાણવા મળ્યું છે કે તેમની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે. આ પછી નૉર્વેના રાજવી પરિવારે જાહેરાત કરી કે 
મેટે-મારિટને લન્ગ-ટ્રાન્સપ્લાન્ટ માટે વેઇટિંગ લિસ્ટમાં મૂકવામાં આવ્યાં છે અને હવે દાતાની રાહ જોવાઈ રહી છે. મેટે-મારિટને હાલમાં વેઇટિંગ લિસ્ટના અન્ય દરદીઓની જેમ જ સારવાર આપવામાં આવશે. નૉર્વેમાં એક વર્ષમાં ત્રીસથી ૩૫ ફેફસાંનું ટ્રાન્સપ્લાન્ટ થાય છે અને હાલનું વેઇટિંગ લિસ્ટ પ્રમાણમાં નાનું છે. ટ્રાન્સપ્લાન્ટ માટે આવતાં ફેફસાં યોગ્ય કદનાં હોવાં જોઈએ તથા ડોનર અને રિસીવરનો લોહીનો પ્રકાર એકસરખો હોવો જોઈએ.

norway international news world news