જિમની શું જરૂર છે? આ બાહુબલી મહિલા માટે ગૅસ સિલિન્ડર જ કાફી છે

13 June, 2021 10:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

લાલ રંગની સાડી પહેરીને સંપૂર્ણ દેશી અવતારમાં શૈલી ચિકારાએ કઈ રીતે તેની કસરતનું રૂટીન જાળવી રાખ્યું છે એ આ વિડિયોમાં જોઈ શકાય છે.

શૈલી ચિકારાએ 33 કિલોનું ગૅસ-સિલિન્ડર બન્ને હાથમાં ઉઠાવીને સ્ક્વૉટ્સ કર્યાં હતાં

કોરોના વાઇરસની અસર ઘણા વ્યવસાય પર પડી છે. જિમ અને બ્યુટી પાર્લર્સ પણ એમાંથી બાકાત નથી રહી શક્યાં. એમાં સૌથી વધુ અસર જિમમાં જનારા લોકો પર પડી રહી છે. નિયમિત જિમમાં જનારાઓનું લગભગ છેલ્લા એકાદ વર્ષથી જિમ કરવાનું લગભગ છૂટી જ ગયું છે. જોકે કેટલાક જિમપ્રેમીઓ કોઈ પણ જુગાડ કરીને વર્કઆઉટ કરી જ લેતા હોય છે. 

આવો જ કાંઈક જુગાડ કર્યો છે શૈલી ચિકારા નામની એક કસરતપ્રેમી મહિલાએ, જેનો વિડિયો સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ પર વાઇરલ થયો છે. લાલ રંગની સાડી પહેરીને સંપૂર્ણ દેશી અવતારમાં શૈલી ચિકારાએ કઈ રીતે તેની કસરતનું રૂટીન જાળવી રાખ્યું છે એ આ વિડિયોમાં જોઈ શકાય છે. 

શૈલી ચિકારાએ ૩૩ કિલોનું ગૅસ-સિલિન્ડર બન્ને હાથમાં ઉઠાવીને સ્ક્વૉટ્સ કર્યાં હતાં. આ ઉપરાંત એક અન્ય વિડિયોમાં તે ઘરમાં જ રહીને શારીરિક કસરત કરવા માટે જુગાડ કરતી જોવા મળી રહી છે. વિડિયો ત્રીજી જૂને સોશ્યલ મીડિયા પર અપલોડ કરવામાં આવ્યો હતો, જેની કૅપ્શનમાં તેણે પ્રશ્ન કર્યો હતો, ‘મારો વિડિયો કેટલા ઠેકાણે પહોંચ્યો છે?’

offbeat news hatke news