ટ્રેનમાં ઢોલક પર ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ...’

16 September, 2021 12:54 PM IST  |  Mumbai | Agency

વચ્ચે-વચ્ચે તે ગીત પર ડાન્સના ઠૂમકા પણ લગાવી રહ્યો છે. છોકરાનો આત્મવિશ્વાસ તેના સહયાત્રીઓને જ નહીં, નેટિઝન્સને પણ આનંદ કરાવે છે. જોકે આ છોકરાની હજી સુધી ઓળખ થઈ શકી નથી. 

ટ્રેનમાં ઢોલક પર ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ...’

સોશ્યલ મીડિયા પર એક વિડિયો વાઇરલ થયો છે જેમાં એક નાનો છોકરો ઢોલક પર ‘અભી તો પાર્ટી શુરુ હુઈ હૈ’ ગાઈ રહ્યો છે. વિડિયોમાં છોકરો ટ્રેન પર અન્ય મુસાફરોની સાથે બેસીને ઢોલક વગાડવા સાથે ફિલ્મનું પાર્ટી-સૉન્ગ ગાઈ રહ્યો છે. નેટિઝન્સ તેના આ ગીતની સરાહના કરી રહ્યા છે. વચ્ચે-વચ્ચે તે ગીત પર ડાન્સના ઠૂમકા પણ લગાવી રહ્યો છે. છોકરાનો આત્મવિશ્વાસ તેના સહયાત્રીઓને જ નહીં, નેટિઝન્સને પણ આનંદ કરાવે છે. જોકે આ છોકરાની હજી સુધી ઓળખ થઈ શકી નથી. 
જોકે આ કોઈ પહેલો વિડિયો નથી જેમાં કોઈ બાળકે નેટિઝન્સનાં મન મોહી લીધાં હોય. આ અગાઉ પણ આવા વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયા છે અને નેટિઝન્સ એને વખાણ્યા છે. 

offbeat news