આ ઘુવડ જોઈ નથી શકતું, પણ એની આંખમાં બ્રહ્માંડ દેખાય છે

17 November, 2025 01:01 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

પ્રાણીઓના ડૉક્ટરે એની તપાસ કરી તો ખબર પડી કે એની આંખમાં મોતિયાની તકલીફ છે

કૅલિફૉર્નિયાના વાઇલ્ડલાઇફ સેન્ટરમાં રાખવામાં આવેલા આ ઘુવડનું નામ જીઉસ રાખવામાં આવ્યું છે

અમેરિકાના કૅલિફૉર્નિયામાં એક ઘુવડ છે જેની આંખો એકદમ ટમટમતા તારા જેવી છે. જન્મથી જ એ જોઈ નથી શકતું, પરંતુ એની આંખો ખૂબ જ ચમકીલી છે. એટલી ચમકીલી કે એમાં તમે જે જોવા માગો એ સ્પષ્ટપણે જોઈ શકો. કૅલિફૉર્નિયાના વાઇલ્ડલાઇફ સેન્ટરમાં રાખવામાં આવેલા આ ઘુવડનું નામ જીઉસ રાખવામાં આવ્યું છે. થોડા સમય પહેલાં જ એ કોઈ ઘરના આંગણામાં ઘાયલ હાલતમાં જોવા મળ્યું હતું. પ્રાણીઓના ડૉક્ટરે એની તપાસ કરી તો ખબર પડી કે એની આંખમાં મોતિયાની તકલીફ છે અને અંદર સફેદ રંગના ધબ્બા ચોક્કસ પૅટર્નમાં ફેલાયેલા હોવાથી જાણે એમાં બ્રહ્માંડ દેખાતું હોય એવો ભાસ થાય છે. આ જ કારણોસર ટ્રીટમેન્ટ દરમ્યાન જીઉસ ડૉક્ટરોનું લાડકું બની ગયું છે.

offbeat news international news united states of america wildlife california