સ્પેનમાં ઘોડાને અગ્નિસ્નાન કરાવીને શુદ્ધ કરવાની પરંપરા

20 January, 2026 01:07 PM IST  |  Spain | Gujarati Mid-day Correspondent

બેઉ તરફ લાકડા કે ચોક્કસ પ્રકારની ઔષધિનાં લાકડાં બળતાં હોય એની વચ્ચેથી દોડતા ઘોડાને પસાર કરવામાં આવે તો એનાથી પ્રાણીઓને આશીર્વાદ મળે છે

પ્રતીકાત્મક તસવીર

ઘોડા અને ગધેડાને સ્પેનમાં ખેતીના કામમાં પણ ઉપયોગમાં લેવાય છે. જોકે ગ્રામીણ સ્પેનવાસીઓમાં એક માન્યતા છે કે પાળેલા ઘોડાઓને જો સ્વસ્થ અને બીજા લોકોની બૂરી નજરથી બચાવવા હોય તો એમને અગ્નિસ્નાન કરાવવું જોઈએ. અગ્નિસ્નાનનો મતલબ એ નથી કે ઘોડાને આગના હવાલે કરી દેવો. અગ્નિસ્નાનનો મતલબ છે આગના તાપથી શુદ્ધીકરણ. જેમ કોઈની આરતી ઉતારવી એ પણ એક પ્રકારની બૂરી નજર ઉતારવાની પદ્ધતિ છે એવી જ રીતે ઘોડાને આગના પ્રખર તાપમાંથી પસાર કરવો એ સ્પેનમાં શુદ્ધીકરણની ફેમસ પ્રક્રિયા છે. બેઉ તરફ લાકડા કે ચોક્કસ પ્રકારની ઔષધિનાં લાકડાં બળતાં હોય એની વચ્ચેથી દોડતા ઘોડાને પસાર કરવામાં આવે તો એનાથી પ્રાણીઓને આશીર્વાદ મળે છે અને તેઓ સ્વસ્થપણે આખું વર્ષ ખેતરમાં કામ કરી શકે છે. 

offbeat news spain international news world news culture news wildlife