ઍમ્બ્યુલન્સમાંથી પેશન્ટ બહાર પડી ગયો અને ડ્રાઇવરને ખબર જ ન પડી

16 November, 2025 02:43 PM IST  |  Puerto Rico | Gujarati Mid-day Correspondent

પ્યુઅર્ટો રિકોના તોઆ બાજા શહેરના એક હાઇવે પર ઍમ્બ્યુલન્સમાંથી દરદી સ્ટ્રેચર સાથે બહાર પડી ગયો અને ડ્રાઇવરને એની ખબર પણ ન પડી. આ ઘટના હાઇવે પર ઍમ્બ્યુલન્સની પાછળ ચાલી રહેલી કારના ડૅશ બોર્ડના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી.

ઍમ્બ્યુલન્સમાંથી પેશન્ટ બહાર પડી ગયો અને ડ્રાઇવરને ખબર જ ન પડી

દરદીને બને એટલી ઝડપથી હૉસ્પિટલ પહોંચાડવા માટે ઍમ્બ્યુલન્સનો ડ્રાઇવર કુશળ અને ઝડપી હોય એ જરૂરી છે. જોકે ક્યારેક ઝડપની લાયમાં દરદીને નુકસાન ન થઈ જાય એ જોવાનું રહે. પ્યુઅર્ટો રિકોના તોઆ બાજા શહેરના એક હાઇવે પર ઍમ્બ્યુલન્સમાંથી દરદી સ્ટ્રેચર સાથે બહાર પડી ગયો અને ડ્રાઇવરને એની ખબર પણ ન પડી. આ ઘટના હાઇવે પર ઍમ્બ્યુલન્સની પાછળ ચાલી રહેલી કારના ડૅશ બોર્ડના કૅમેરામાં કેદ થઈ ગઈ હતી. પાછળનાં વાહનોએ તરત જ રોકાઈને સ્ટ્રેચર પર અત્યંત ક્રિટિકલ કન્ડિશનમાં ડચકાં ખાતા દરદીને બચાવી લીધો હતો. આપણે ત્યાં હંમેશાં ઍમ્બ્યુલન્સમાં દરદીની સાથે એક પરિવારજનને રાખવાની સલાહ આપવામાં આવે છે એ કેટલી મહત્ત્વની વાત છે એ આવા વિડિયો જોઈને સમજી શકાય. 

social media viral videos offbeat videos offbeat news puerto rico