સરકાર-પ્રજા વચ્ચે બિચારાં અખબારોનું આવી બન્યું

23 August, 2021 10:19 AM IST  |  Perpignan | Gujarati Mid-day Correspondent

સરકારે અમુક વર્ગના કામદારો માટે કોવિડ વૅક્સિન લેવાનું ફરજિયાત બનાવ્યું છે તેમ જ હેલ્થ પાસ બતાવવાનું પણ અનિવાર્ય હોવાનું જાહેર કર્યું છે

તસવીર : એ.એફ.પી.

ફ્રાન્સમાં સરકારે દેશમાં વૅક્સિનેશન સંબંધિત કેટલાક આકરા નિયમો જાહેર કર્યા એને પગલે ઠેર-ઠેર વિરોધ-પ્રદર્શન થવા લાગ્યાં છે. શનિવારે નૅશનલ ડે ઑફ પ્રોટેસ્ટના દિવસે પર્પીગ્નેન શહેરમાં એક જૂથે ‘લા ઇન્ડિપેન્ડન્ટ’ નામના પ્રાદેશિક અખબારની કચેરીની બહાર સેંકડો અખબારો ફેંકીને વિરોધ નોંધાવ્યો હતો.

સરકારે અમુક વર્ગના કામદારો માટે કોવિડ વૅક્સિન લેવાનું ફરજિયાત બનાવ્યું છે તેમ જ હેલ્થ પાસ બતાવવાનું પણ અનિવાર્ય હોવાનું જાહેર કર્યું છે. કોઈ વ્યક્તિ રેસ્ટોરાંમાં જાય કે ઇન્ટરસિટી ટ્રેનમાં પ્રવાસ કરવા માગે તો તેને માટે પણ બે ડોઝનાં સર્ટિફિકેટ અને નેગેટિવ હેલ્થ સર્ટિફિકેટ ફરજિયાત છે.

offbeat news international news france