14 October, 2025 11:26 AM IST | Portland | Gujarati Mid-day Online Correspondent
વિરોધ-પ્રદર્શન માટે લોકો નગ્ન અથવા અર્ધનગ્ન થઈને પોતપોતાની બાઇકો લઈને પ્રોટેસ્ટ માટે નીકળી પડ્યા હતા
અમેરિકાના પોર્ટલૅન્ડમાં આમ તો વર્ષે એક જ વાર નેકેડ બાઇક રાઇડ થતી હોય છે. તાજેતરમાં અમેરિકાના પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પના ઍડ્મિનિસ્ટ્રેશને પોર્ટલૅન્ડમાં નૅશનલ ગાર્ડ ડિપ્લૉયમેન્ટ કર્યું. આ વાતથી નારાજ થયેલા લોકોએ ઇમર્જન્સીમાં વર્લ્ડ નેકેડ બાઇક રાઇડની જાહેરાત કરી દીધી. વિરોધ-પ્રદર્શન માટે લોકો નગ્ન અથવા અર્ધનગ્ન થઈને પોતપોતાની બાઇકો લઈને પ્રોટેસ્ટ માટે નીકળી પડ્યા હતા. પ્રોટેસ્ટ દરમ્યાન અચાનક વરસાદ આવ્યો તો કેટલાક લોકોએ ટ્રાન્સપરન્ટ રેઇનકોટ પહેરીને રાઇડ ચાલુ રાખી હતી.