ભવિષ્યમાં હાર્ટ-અટૅક આવશે કે નહીં એવું માત્ર એક એક્સ-રેની મદદથી જાણી શકાશે

05 December, 2022 10:59 AM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

કસરત કરવા છતાં પણ જેમનો કૉલેસ્ટરોલ ઓછો થતો ન હોય એવા દરદીઓને સ્ટેટિન થેરપી ચાલુ કરવામાં આવે છે.

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

હૃદયરોગને કારણે વિશ્વમાં દર વર્ષે ૧.૮૦ કરોડ લોકો મરણ પામતા હોય છે. તાજેતરમાં સંશોધકોએ એક એવું મશીન વિકસાવ્યું છે કે એમાં માત્ર છાતીના એક એક્સરેથી જે-તે વ્યક્તિને ૧૦ વર્ષમાં હાર્ટ-અટૅકથી મરણની સંભાવનાની આગાહી કરે છે. આ ટેક્નૉલૉજીને સીએક્સઆર-સીવીડી તરીકે ઓળખવામાં આવે છે, જેને અમેરિકાની નૅશનલ કૅન્સર ઇન્સ્ટિટ્યૂટ દ્વારા તૈયાર કરાઈ છે. એમાં ૧૧,૪૩૦ જેટલા દરદીઓના છાતીઓના એક્સ-રેના આધારે અમુકને સ્ટેટિન થેરપી ચાલુ કરવામાં આવી હતી. કસરત કરવા છતાં પણ જેમનો કૉલેસ્ટરોલ ઓછો થતો ન હોય એવા દરદીઓને સ્ટેટિન થેરપી ચાલુ કરવામાં આવે છે. એક્સ-રે ફોટોને સમજવા માટે આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરવામાં આવે છે. આમ આ ટેક્નૉલૉજીને કારણે દરદીઓને વહેલી તકે સ્ટેટિન થેરપી આપી શકાય છે.

offbeat news heart attack international news washington