૪ પગવાળો કૂકડો ક્યારેય જોયો છે?

25 November, 2025 12:47 PM IST  |  Pune | Gujarati Mid-day Correspondent

શિરુર તાલુકાના શિકરાપુર ગામમાં ૪ પગવાળો એક કૂકડો મળી આવ્યો હતો

કૂકડો

પુણેના શિરુરમાં એક વિચિત્ર ઘટના બની હતી. શિરુર તાલુકાના શિકરાપુર ગામમાં ૪ પગવાળો એક કૂકડો મળી આવ્યો હતો. આ સમાચાર સાંભળીને આવો અનોખો કૂકડો જોવા માટે આસપાસથી મોટી ભીડ ઊમટી આવી હતી.

સ્થાનિક રિપોર્ટ્સ પરથી જાણવા મળ્યું કે એક વેપારીને ત્યાં આ કૂકડો દેખાયો છે, જે તે વેચવા માટે લઈ આવ્યો હતો. એને ધ્યાનથી જોતાં સમજાયું કે એને ૪ પગ છે. એ તો એને સામાન્ય કૂકડો સમજીને જ લઈ આવ્યો હતો. વેપારી કહે છે, ‘મારા જીવનમાં પહેલી વાર મેં આવો કૂકડો જોયો છે.’

મહત્ત્વની વાત એ છે કે આ કૂકડો સંપૂર્ણ રીતે વિકસિત છે. એના ચારેય પગ અને પંજા અલગ છે. આ કૂકડાને જાનવરોના સ્પેશ્યલિસ્ટ ડૉક્ટરને દેખાડ્યો ત્યારે તેમણે પણ સ્વીકાર્યું હતું કે તેમની કારકિર્દીમાં તેમણે પણ આવો કૂકડો પહેલી વાર જોયો હતો. જોકે આ એક જન્મજાત ફિઝિકલ કન્ડિશન છે એવું ડૉક્ટરે કહ્યું હતું.

offbeat news pune pune news wildlife maharashtra forest department