અજગરના ભરડામાંથી પાંચ વર્ષના બાળકને દાદાએ બચાવ્યું

28 November, 2022 11:23 AM IST  |  Canberra | Gujarati Mid-day Correspondent

આ અજગરની લંબાઈ ૩ મીટર હતી, જે છોકરા કરતાં બમણી હતી

અજગરના ભરડામાંથી પાંચ વર્ષના બાળકને દાદાએ બચાવ્યું

વિશાળકાય અજગર ઘણી વખત હરણને પણ ગળી જાય છે, પરંતુ માણસને ગળી ગયો હોય એવા કિસ્સા નથી. ઑસ્ટ્રેલિયામાં એક અજગરે પાંચ વર્ષના બ્યુ બ્લૅક નામના બાળકને ડરાવી દીધો હતો. અજગરે છોકરાના પગમાં ભરડો લઈ લીધો હતો અને એ બન્ને તેમના ઘરમાં આવેલા સ્વિમિંગ-પૂલમાં પડ્યા હતા. જોકે એ સમયે છોકરાના દાદા ત્યાં આવી પહોંચ્યા અને તેમણે પૌત્રને બચાવી લીધો હતો.

ઑસ્ટ્રેલિયામાં ઘણાં જીવલેણ પ્રાણીઓ તથા સરિસૃપ જોવા મળે છે. આ અજગર બાળકના પગમાં કરડ્યો હતો, પરંતુ તેના પપ્પા અને દાદા સમયસર ત્યાં આવી પહોંચતાં તે બચી ગયો હતો. ઑસ્ટ્રેલિયાના ન્યુ સાઉથ વેલ્સના બાયરનમાં પાંચ વર્ષનો બ્યુ બ્લૅક તેના ઘરના સ્વિમિંગ-પૂલની આસપાસ રમતો હતો ત્યારે અચાનક એક અજગર ત્યાં આવ્યો હતો. આ અજગરની લંબાઈ ૩ મીટર હતી, જે છોકરા કરતાં બમણી હતી. ૭૬ વર્ષના દાદાએ સ્વિમિંગ-પૂલમાં કૂદકો મારીને અજગર અને છોકરાને બહાર કાઢ્યા હતા. અજગરને સહીસલામત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.

offbeat news australia international news