બાળક મુંડન દરમ્યાન એકલવાયું ન અનુભવે એ માટે આખા પરિવારે માથું મૂંડાવી લીધું

20 March, 2026 01:09 PM IST  |  Rajkot | Gujarati Mid-day Correspondent

આખો પરિવાર હવે એકસાથે એકસરખો લાગે છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાને બહુ પ્રશંસા મળી છે

પરિવાર

રાજકોટ જિલ્લાના પાંજરિયા ગામમાં ત્રણ વર્ષના નમ્ર ગડા નામના બાળકના મુંડન-સંસ્કાર કરવાના હતા. સામાન્ય રીતે મુંડન દરમ્યાન બાળકો ડરી જાય છે અથવા તો માથેથી વાળ જતા રહ્યા પછી અરીસામાં પોતાનો ચહેરો જોઈને અસહજ ફીલ કરે છે. આવું બાળકને ન થાય એ માટે તેના પરિવારે નક્કી કર્યું કે મુંડનની વિધિમાં નમ્રને એકલો નહીં પડવા દઈએ. પરિવારના દરેક સભ્યએ અંશની સાથે જ માથું મૂંડાવ્યું હતું. માત્ર પુરુષ સભ્યો જ નહીં, મહિલા સભ્યોએ પણ એમ કર્યું. મહિલા સભ્યોએ પણ પહેલાં પોતાની ચોટલીઓ કપાવી અને પછી મુંડનની જેમ જ શેવ પણ કરાવ્યું. આખો પરિવાર હવે એકસાથે એકસરખો લાગે છે. સોશ્યલ મીડિયા પર આ ઘટનાને બહુ પ્રશંસા મળી છે.

offbeat news rajkot gujarat news gujarat