12 June, 2026 01:10 PM IST | New Zeeland | Gujarati Mid-day Correspondent
અડધું લાલ, અડધું પીળું સફરજન
ન્યુ ઝીલૅન્ડમાં એક એવું સફરજન ઊગ્યું છે જે જોઈને આશ્ચર્ય થાય. સામાન્ય રીતે સફરજનમાં લાલ અને પીળા રંગની ત્વચા હોય છે, પણ એ એકદમ હાફ પાર્ટમાં વહેંચાયેલી હોય એવું ભાગ્યે જ બને છે. ન્યુ ઝીલૅન્ડમાં આવું સફરજન ઊગ્યું છે જેનો અડધોઅડધ ભાગ લાલ ત્વચા ધરાવે છે તો બીજો અડધોઅડધ ભાગ ચમકીલી પીળી ત્વચા ધરાવે છે. નિષ્ણાતોના મતે આવું ૧૦ લાખ ફળમાંથી એકાદમાં જોવા મળે છે. આ ઍપલ મે મહિનામાં બ્રૅબર્ન ઍપલના એક પાર્સલમાંથી મળી આવ્યું હતું. બન્ને રંગો જાણે અડધોઅડધ ભાગ પાડ્યા હોય એ રીતે સ્પષ્ટ વહેંચાયેલા છે. આવાં ઍપલને કાઇમેરા ઍપલ કહેવાય છે. નિષ્ણાતોનું કહેવું છે કે આવું રૅર જનીનગત બદલાવના કારણે થાય છે. એમાં એક જ ફળમાં બે અલગ-અલગ જિનેટિકલ ટિશ્યુઝ વિકસિત થાય છે.
જે દુકાનદારને પેટીમાં આ ફળ મળ્યું હતું તે પણ અચંતિબત છે કેમ કે તેણે આ પહેલાં ક્યારેય આવું ફળ નહોતું જોયું. હાલમાં ઍપલને સાચવી રાખવામાં આવ્યું છે.