પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

28 November, 2021 01:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

પ્લાસ્ટિકનો મગર સમજીને સેલ્ફી લેવા ગયો, નીકળ્યો રિયલ

ફિલિપીન્સમાં અમાયા વ્યુ અમ્યુઝમેન્ટ પાર્કમાં ગયેલા એક પ્રવાસી નેહેમિયાસ ચીપડાએ મગરને પ્લાસ્ટિકનો સમજીને એના પાંજરામાં જઈને સેલ્ફી લેવાનો પ્રયાસ કર્યો હતો. ૬૮ વર્ષનો આ મુલાકાતી પાર્કમાં પોતાના જન્મદિનની ઉજવણી કરવા ગયો હતો, જ્યાં એક નિષ્ક્રિય પડેલો મગર તેને સેલ્ફી-પૉઇન્ટ માટે મૂકેલો પ્લાસ્ટિકનો મગર લાગતાં તેણે પૂલની અંદર ઊતરીને એક હાથે ફોન પકડ્યો હતો અને બીજો હાથ ઝુલાવતો હતો. તેના પરિવારજનો હોંશથી તેને ફોટો પાડતો જોઈ રહ્યા હતા એવામાં અચાનક મગરે લપકીને તેના હાથ પર તરાપ મારી તેને પાણીમાં ખેંચી લેતાં પરિસ્થિતિ એકદમ ગભરાટભરી થઈ ગઈ હતી. તેને તાત્કાલિક નજીકની હૉસ્પિટલ લઈ જવાયો હતો. 
પરિવારે આ દુર્ઘટના માટે અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓને જવાબદાર ગણાવતાં કહ્યું હતું કે જો તેમણે આ મગરના પાંજરાની બહાર ચેતવણી દર્શાવતું બોર્ડ ન મૂક્યું હોવાથી આ તેમની બેદરકારીનું પ્રમાણ છે. ચેતવણી દર્શાવતું બોર્ડ ન હોવાથી અમે મગરને પ્લાસ્ટિકનું મૉડલ અને એના પૂલને સેલ્ફી-પૉઇન્ટ સમજી લીધો હતો. જોકે અમ્યુઝમેન્ટ પાર્કના અધિકારીઓએ આ ઘટના માટે પોતે જવાબદાર ન હોવાનું જણાવતાં કહ્યું હતું કે અમે પ્રવાસીઓને જંગલી અને જીવલેણ ઈજા પહોંચાડતાં પ્રાણીઓથી દૂર રહેવા પ્રવાસીઓને સાવચેત કરતા હોઈએ છીએ.

offbeat news