ટીવી જોવાનો ચસકો હોવાથી રોજ બપોરે આ ગાય ઘરમાં ઘૂસી જાય છે

20 February, 2026 04:35 PM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

યુરોપના કોઈ દેશની એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. અહીં પણ ગાયને બહુ જ વહાલથી રાખવામાં આવે છે. એક પરિવાર‍ ક્યાંય પણ રઝળતી ગાય જોવા મળે તો એને રેસ્ક્યુ કરીને ઘરની પાસેના વરંડામાં બાંધી રાખે છે.

ટીવી જોવાનો ચસકો હોવાથી રોજ બપોરે આ ગાય ઘરમાં ઘૂસી જાય છે

યુરોપના કોઈ દેશની એક ઘટનાનો વિડિયો સોશ્યલ મીડિયામાં વાઇરલ થયો છે. અહીં પણ ગાયને બહુ જ વહાલથી રાખવામાં આવે છે. એક પરિવાર‍ ક્યાંય પણ રઝળતી ગાય જોવા મળે તો એને રેસ્ક્યુ કરીને ઘરની પાસેના વરંડામાં બાંધી રાખે છે. જોકે એક ગાય અજીબ છે. યુરોપિયન ગાયો હાઇટ અને વેઇટમાં ખૂબ ભારે હોય છે, પરંતુ દિલથી એકદમ નરમ અને પ્રેમાળ હોય છે. પરિવારે રેસ્ક્યુ કરેલી એક ગાય દરરોજ બપોરે ઘરના લિવિંગરૂમમાં આવીને ઊભી રહી જાય છે. એનું કારણ એ છે કે બપોરે પરિવારની દીકરી તેનો મનગમતો શો જુએ છે. જેવો આ શો શરૂ થાય કે તરત ગાય વરંડામાંથી લિવિંગરૂમમાં પહોંચી જાય છે. પહેલાં તો પરિવારે નાનકડા ઘરમાં પડછંદ ગાય કંઈક નુકસાન કરી બેસશે એમ વિચારીને એને બહાર કાઢવાની કોશિશ કરી, પણ પછી તેમને સમજાયું કે ગાયને પણ પેલો ટીવી-શો ગમતો હોવાથી બપોરે તે ઘરમાં આવીને જ રહેશે. હવે તેની દીકરી પણ ગાયની સાથે જ એ શો જુએ છે. 

offbeat news europe social media viral videos international news world news