✕

૯ વર્ષ પહેલાં રેસ્ક્યુ કરેલું શિયાળ રોજ એના કૅરટેકરને ભેટવા આવે છે

10 November, 2026 06:06 PM IST  |  England | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડમાં એક માદા શિયાળ રોજ એના કૅરટેકરને મળવા માટે આતુર હોય છે. શિયાળનું નામ છે સ્વીપ અને એ કૅરટેકરનું નામ છે જેફ ગ્રીવૉક. લગભગ ૯ વર્ષ પહેલાં જંગલમાંથી સ્વીપ ખૂબ જ ગંભીર હાલતમાં મળી આવી હતી.

રેસ્ક્યુ કરેલું શિયાળ

ઇંગ્લૅન્ડમાં એક માદા શિયાળ રોજ એના કૅરટેકરને મળવા માટે આતુર હોય છે. શિયાળનું નામ છે સ્વીપ અને એ કૅરટેકરનું નામ છે જેફ ગ્રીવૉક. લગભગ ૯ વર્ષ પહેલાં જંગલમાંથી સ્વીપ ખૂબ જ ગંભીર હાલતમાં મળી આવી હતી. કોઈકે એને ઝેર આપ્યું હતું અને ડૉક્ટરોએ એના બચવાની આશા છોડી દીધી હતી. એમ છતાં જેફ નામના એક પ્રાણીપ્રેમીએ આ શિયાળની ખૂબ કાળજી રાખી. જેફ ઇંગ્લૅન્ડમાં એક વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરી ચલાવે છે. જંગલમાંથી મળી આવેલી સ્વીપને જેફે અનેક મહિનાઓ સુધી પોતાની સાથે પોતાના જ ઘરમાં જ રાખી હતી. રોજ એને બૉટલથી દવાઓ આપી અને દૂધ પણ પિવડાવ્યું. લગભગ દોઢ વર્ષની મહેનત બાદ સ્વીપ બચી તો ગઈ પરંતુ એ જે હાલતમાં બચી હતી એ જોતાં ફરીથી એને જંગલમાં છોડી શકાય એવું નહોતું. એને માણસો સાથે ખૂબ લગાવ થઈ ગયો હતો. સ્વીપને જેફની જ  વાઇલ્ડલાઇફ સૅન્ક્ચ્યુઅરીમાં રાખવામાં આવી. ત્યાં હવે સ્વીપ ખુલ્લા વાતાવરણમાં મુક્ત રહે છે. એમ છતાં રોજ જેફને મળવા એક વાર ચોક્કસ જગ્યાએ સ્વીપ આવે છે. રોજ જેફને ભેટી પડે છે અને લગભગ ૧૦ મિનિટ સુધી ગેલ કરીને પછી જ પાછી જાય છે. 

offbeat news england international news world news animal