05 January, 2026 09:29 AM IST | England | Gujarati Mid-day Correspondent
ગલ્પર નામની એક નાનકડી રોબો માછલી
ઇંગ્લૅન્ડની યુનિવર્સિટી ઑફ સરેના સંશોધકોએ ગલ્પર નામની એક નાનકડી રોબો માછલી તૈયાર કરી છે. આ માછલી પાણીમાં તરતી રહે છે અને એમાં માઇક્રોપ્લાસ્ટિક્સના અંશો હોય તો એને એકઠા કરી લે છે. આ માછલી પાણીમાંથી પ્લાસ્ટિકના અંશો ખેંચીને એમાંથી એનર્જી પેદા કરે છે અને એ એનર્જીથી માછલી સતત કામ કરતી રહી શકે છે. ટૂંકમાં, નિષ્ણાતોએ માછલીના સ્વરૂપમાં એવી વ્યવસ્થા શોધી કાઢી છે જે પ્રદૂષણથી જ એનર્જી મેળવી લે છે અને જેટલું ગંદું પાણી હોય એટલી વધુ આ માછલીને કામ કરવાની એનર્જી મળતી રહે છે. નિષ્ણાતોનું માનવું છે કે ભવિષ્યમાં આ માછલીઓ સમુદ્રમાં છોડી દેવામાં આવે તો એ પ્લાસ્ટિકના કચરાને એનર્જીમાં કન્વર્ટ કરીને સતત જળસ્રોતોને સાફ રાખવાનું કામ કરી શકે છે.