જન્કમાંથી જોવાલાયક આર્ટ

05 February, 2026 10:57 AM IST  |  Europe | Gujarati Mid-day Correspondent

આ ઉપરાંત રિકીએ જૂના જમાનાના કૅલ્ક્યુલેટર અને ધાતુનાં સાધનોના ભંગારમાંથી બીજી આર્ટ પણ બનાવી છે. 

સ્ટૅચ્યુ

યુરોપના રિકી ડુરાન નામના એક ભાઈ જૂના પડેલા ભંગારમાંથી પ્રાણીઓનાં રિયલ સાઇઝનાં સ્ટૅચ્યુ બનાવવા માટે જાણીતા છે. તાજેતરમાં રિકીએ ટાઇપરાઇટરના ભંગારમાંથી એક ગીધ તૈયાર કર્યું છે. જૂના, તૂટી ગયેલા અને સડી ગયેલા સ્પેરપાર્ટ્‍સને ચોક્કસ શેપમાં તોડી-મરોડીને રિકીએ ટર્કી ગીધ તૈયાર કર્યું છે. આ કામ માટે તેણે માત્ર ૮૦ કલાકનો સમય જ ફાળવ્યો છે. રિકીની ખાસિયત છે જૂનાં, બંધ પડી ગયેલાં ગૅજેટ્સને સાફ કરીને એને આર્ટનું સ્વરૂપ આપવું. આ ઉપરાંત રિકીએ જૂના જમાનાના કૅલ્ક્યુલેટર અને ધાતુનાં સાધનોના ભંગારમાંથી બીજી આર્ટ પણ બનાવી છે. 

offbeat news international news europe world news