✕

૬૦ વર્ષે પહેલાં ખોવાયેલી વીંટી ટૉઇલેટની સીવેજ પાઇપમાંથી મળી

11 October, 2026 02:31 PM IST  |  America | Gujarati Mid-day Correspondent

અમેરિકામાં એક સીવેજ લાઇન સાફ કરી રહેલા કર્મચારીને એક વીંટી મળી હતી એના પર OJM લખ્યું હતું.

વીંટી પર લખેલા અક્ષરો પરથી એના માલિકને શોધવા માટે સફાઈ-કર્મચારીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો

અમેરિકામાં એક સીવેજ લાઇન સાફ કરી રહેલા કર્મચારીને એક વીંટી મળી હતી એના પર OJM લખ્યું હતું. વીંટી પર લખેલા અક્ષરો પરથી એના માલિકને શોધવા માટે સફાઈ-કર્મચારીએ સોશ્યલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. નવાઈની વાત એ છે કે આ વીંટીના સમાચાર ૭૯ વર્ષના ઑસ્કર જેમ્સ મૅરેડિથ (OJM) નામના ખરા માલિક સુધી પહોંચી ગયા.  તેમને આ વીંટી સ્કૂલના ફ્રેન્ડ્સ સાથેની ફેસબુક કમ્યુનિટી પર જોવા મળી હતી. આ વીંટી તેમણે સ્કૂલના સમયમાં તેમની ઍના નામની ગર્લફ્રેન્ડને આપી હતી. ઍના સાથે જ તેમનાં લગ્ન પણ થયાં. જોકે તેમનાં લગ્ન થાય એ પહેલાં તો આ વીંટી ખોવાઈ પણ ગઈ હતી અને એ વાતને ૬૦ વર્ષ થઈ ગયાં હતાં. હવે જ્યારે તેમનાં પત્ની ઍના ગુજરી ગયા છે ત્યારે આ વીંટી ફરીથી તેમની સામે આવી હતી. પેલા સફાઈ-કર્મચારીઓ OJMને નવા સરનામે આ વીંટી પહોંચાડી હતી. એ વીંટી તેમને હજીયે ફિટ આવે છે.

offbeat news international news united states of america viral videos world news