માણસ અને રોબોની ગજબની ફૅશન જુગલબંદી

01 June, 2026 02:22 PM IST  |  South Korea | Gujarati Mid-day Correspondent

ટેક્નૉલૉજી અને રોબોના ક્ષેત્રે ખાસ્સું ખેડાણ કરી ચૂકેલા સાઉથ કોરિયામાં હવે એનો સમન્વય ફૅશન સાથે થઈ રહ્યો છે

પ્રતીકાત્મક તસવીર

ટેક્નૉલૉજી અને રોબોના ક્ષેત્રે ખાસ્સું ખેડાણ કરી ચૂકેલા સાઉથ કોરિયામાં હવે એનો સમન્વય ફૅશન સાથે થઈ રહ્યો છે. તાજેતરમાં ગૅલૅક્સી કૉર્પોરેશન નામની કંપનીએ રોબોઝની ફૅશનનો કાર્યક્રમ યોજ્યો હતો. એ ઇવેન્ટ જાણે સાયન્સ-ફિક્શન ફૅશન-શો હોય એવું જણાતું હતું, કેમ કે એમાં રોબો અને માણસોની પેર બનાવવામાં આવી હતી. રોબો અને માણસે લગભગ એકસરખી ડિઝાઇનવાળાં કપડાં પહેરીને રૅમ્પવૉક કર્યું હતું. રોબો જે પ્રકારની મૂવમેન્ટ કરતો હતો લગભગ એવી જ મૂવમેન્ટ તેનો પાર્ટનર હ્યુમન મૉડલ પણ કરતો હતો. બન્ને પાર્ટનર એકસરખાં કૉસ્ચ્યુમ્સ અને એકસરખી સ્ટાઇલમાં સ્ટેજ પર ચાલતા હતા એ નજારો શાનદાર હતો. રોબોઝ પણ જાણે અનુભવી મૉડલ્સ હોય એમ મટકી-મટકીને ચાલતા અને પાછું વળીને પોઝ પણ આપતા હતા. 

offbeat news south korea international news world news robot