02 August, 2026 01:14 PM IST | Moscow | Gujarati Mid-day Correspondent
૧૦,૦૦૦ લોકો નદીમાં ઊતર્યા એકસાથે સ્ટૅન્ડ-અપ પૅડલ લગાવવા
રશિયાની નદીઓમાં ગઈ કાલે એક ખાસ સ્ટૅન્ડ-અપ પૅડલ ફેસ્ટિવલ યોજાયો હતો. આ ઉત્સવમાં લોકો એક સાથે પૅડલ બોર્ડ લઈને નદીમાં ઊતરે છે અને ઊભા રહીને સીધાં હલેસાં મારે છે. એકસાથે અલગ-અલગ નદીઓમાં એક જ સમયે લોકો નદીમાં ઊતરે છે. રશિયાના સૅન્ટ પીટર્સબર્ગમાં નેવા નદી પાસે સૌથી મોટો મેળાવડો ભેગો થયેલો. આખા રશિયામાં ૧૦,૦૦૦થી વધુ લોકો પૅડલ બોર્ડ લઈને નીકળ્યા હતા.