28 October, 2026 06:27 PM IST | Kolkata | Gujarati Mid-day Correspondent
સ્પૂન બિલ્ડ સૅન્ડપાઇપર
બંગાળની ખાડી પાસે ૮ વર્ષ પછી ચમચી જેવી ચાંચ ધરાવતું સ્પૂન બિલ્ડ સૅન્ડપાઇપર નામનું દુર્લભ પંખી તાજેતરમાં જોવા મળ્યું છે. કલકત્તાની દક્ષિણે આવેલા ૨૪ પરગણા જિલ્લાના કારગિલ બીચ પર આ પંખી જોવા મળ્યું હતું. આ પંખી રશિયાનું છે અને લગભગ ૮૦૦૦ કિલોમીટર ઊડીને અહીં પહોંચ્યું છે. પંખીના પગ પર લગાવેલા ટૅગને આધારે એની ઓળખ થઈ હતી. આ ટૅગ રશિયાનો છે. બર્ડવૉચર્સ સોસાયટીના સદસ્ય તીર્થંકર રાયનું કહેવું છે, ‘પંખીના પગ પર લાગેલા ટૅગ મુજબ ૨૦૨૫માં રશિયાના ચુકોટકા વિસ્તારમાં એને પંખીના બચ્ચા તરીકે ટૅગ કરવામાં આવ્યું હતું. એ એકલુંઅટૂલું જ સમુદ્ર પાર કરીને પશ્ચિમ બંગાળની ખાડી પાસેથી ભારતની ભૂમિ પર આવ્યું છે. છેલ્લે આ પ્રકારનું પંખી ભારતમાં ૨૦૧૮માં જોવા મળ્યું હતું.’