સાધ્વી પ્રાચીની સલાહ વડા પ્રધાનને ગાળો આપતી યુવતીઓના ફોટો સેવ કરો, રખેને ક્યાંક તમારા ઘરની વહુ બની જાય

05 August, 2026 07:29 PM IST  |  Agra | Gujarati Mid-day Correspondent

આગરાના એક કાર્યક્રમમાં સાધ્વી પ્રાચીએ વડા પ્રધાનને ગાળો આપતી યુવતીઓ વિશે કરેલા નિવેદન બાદ ફરી વિવાદ ઊભો થયો છે.

સાધ્વી પ્રાચીની સલાહ: PMને ગાળો આપતી યુવતીઓના ફોટો સેવ રાખો

આગરાના રાજેશ્વર મહાદેવ મંદિરના પ્રાચીન મેળાના ઉદ્ઘાટન પ્રસંગે પહોંચેલાં હિન્દુવાદી નેતા સાધ્વી પ્રાચી પોતાના વિવાદાસ્પદ નિવેદનને કારણે ફરી ચર્ચામાં આવ્યાં છે. મેળાના પ્રારંભ વખતે લોકોને સંબોધતાં તેમણે દીકરીઓને સંસ્કારી બનવાની અને રાણી લક્ષ્મીબાઈમાંથી પ્રેરણા લેવાની સલાહ આપી હતી, પરંતુ એ સાથે જ તેમણે શ્રોતાઓને એક અજીબ ટિપ પણ આપી દીધી હતી.
દિલ્હીના જંતર મંતર પર થેલા તાજેતરના વિરોધ-પ્રદર્શનનો ઉલ્લેખ કરીને સાધ્વી પ્રાચીએ આરોપ લગાવ્યો હતો. કે ત્યાં કેટલીક યુવતીઓએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. આ વાત પર નિશાન સાધતાં તેમણે લોકોને કહ્યું હતું કે ‘વડા પ્રધાનને ગાળો આપતી આવી યુવતીઓના ફોટો તમારા મોબાઇલમાં સેવ કરીને રાખી લો, જેથી કરીને કાલે સવારે તે ભૂલથી પણ તમારા ઘરની વહુ ન બની જાય.’સાધ્વી પ્રાચીએ એવો ધારદાર સવાલ પણ ઉઠાવ્યો હતો કે આવી ગાળો બોલતી દીકરીઓ સમાજને કઈ દિશામાં લઈ જશે?

agra shiva temple narendra modi jantar mantar offbeat news hatke news