27 September, 2026 03:24 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
સાપે ગોલ્ફ બૉલ ગળ્યા
અમેરિકામાં સૅન ઍન્ટોનિયોની એક હૉસ્પિટલમાં પ્રાણીનિષ્ણાતો પાસે એક સાપ ફૂલેલા પેટ સાથે લાવવામાં આવ્યો હતો. શેપ પરથી સમજાતું હતું કે સાપે એના કદ કરતાં મોટા ગોળા જેવું કંઈક ગળી નાખ્યું છે. તપાસ કરતાં ખબર પડી કે એના પેટમાં ગોલ્ફ બૉલ્સ છે. ડૉક્ટરોએ આકળવિકળ થઈ રહેલા સાપને પહેલાં તો શાંત કરવા માટે ભારે ઍનેસ્થેટિક્સનું ઇન્જેક્શન આપ્યું. ભરપૂર ઘેનમાં સરી પડેલા સાપના પેટમાંથી ડૉક્ટરોએ જાણે નળીમાંથી દબાવી-દબાવીને ગોળીઓ કાઢતા હોય એમ બૉલ્સ મોં વાટે જ બહાર કાઢ્યા હતા. ડૉક્ટરોએ આ અનોખી ઘટનાનો વિડિયો લીધો હતો અને સોશ્યલ મીડિયા પર શૅર કરીને લખ્યું હતું કે આ અમારા માટે યાદગાર કેસ છે.