13 August, 2026 03:55 PM IST | Riyadh | Gujarati Mid-day Correspondent
મહિલાએ પતિની બીજી પત્નીનો જીવ બચાવવા માટે લિવર ડોનેટ કર્યું
સાઉદી અરેબિયામાં નૌરા સાલેમ અલ-શમારી નામની મહિલાએ લિવર ડોનેટ કર્યું હતું. નવાઈની વાત એ હતી કે જે દરદી માટે તેણે લિવર આપ્યું એ તેના જ હસબન્ડની બીજી પત્ની હતી. તગરીહ અવધ અલ-સાદી નામની આ મહિલા ઘણા સમયથી લિવર-ફેલ્યરને કારણે હેરાન થઈ રહી હતી. જીવ બચાવવા માટે અંગદાન કરતી વખતે નૌરાએ પતિએ આપેલા દગાને યાદ ન રાખ્યો. તેણે માત્ર ઇમોશનલ જ નહીં, માનવતાના દૃષ્ટિકોણથી જે પગલું લીધું એ માટે તેની ખૂબ સરાહના થઈ રહી છે.