કટોકટીમાં રેસ્ક્યુ ઑપરેશનમાં કામ આવશે કૉક્રૉચ રોબો

23 March, 2026 12:51 PM IST  |  Singapore | Gujarati Mid-day Correspondent

આ સાઇબર્ગ વાંદાનો પહેલી વાર ઉપયોગ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન કરવામાં આવ્યો હતો.

સાઇબર્ગ કૉક્રૉચ

સિંગાપોરની નાનયાંગ ટેક્નૉલૉજિકલ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકોએ એક ખાસ પ્રકારનો સાઇબર્ગ કૉક્રૉચ બનાવ્યો છે. સાઇબર્ગ એટલે અડધો રિયલ જેવો અને અડધો રોબો જેવો. આ વાંદો કંઈ સામાન્ય કીડા જેવો નથી. એ હાઈ-ટેક છે અને લાઇવ રોબો હોવાથી એને જ્યાં ફેરવવો હોય ત્યાં ફેરવી શકાય છે. મડાગાસ્કરના હિસિંગ કૉક્રૉચની ડિઝાઇન પરથી આ રોબો તૈયાર કરવામાં આવ્યો છે. એની પીઠ પર એક નાનકડું ઇલેક્ટ્રૉનિક ડિવાઇસ લગાવવામાં આવે છે જે કૉક્રૉચની નર્વ સિસ્ટમને હળવાં ઇલેક્ટ્રિકલ સિગ્નલ મોકલે છે. વૈજ્ઞાનિકો એ સિગ્નલ દ્વારા વાંદાનો કન્ટ્રોલ પોતાની પાસે રાખે છે. આ વાંદા પાતળી તિરાડ જેવી જગ્યામાં પણ આસાનીથી ઘૂસી જઈ શકે છે. આ સાઇબર્ગ વાંદાનો પહેલી વાર ઉપયોગ મ્યાનમારમાં આવેલા ભૂકંપમાં રેસ્ક્યુ ઑપરેશન દરમ્યાન કરવામાં આવ્યો હતો.

offbeat news singapore international news world news earthquake myanmar technology news tech news