ચિમ્પાન્ઝી પણ માણસોની જેમ દારૂ પીએ છે

15 March, 2026 09:45 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

જંગલમાં સ્ટાર ઍપલ નામનું ફળ સડી જાય તો એમાંથી શુગર ફર્મેન્ટ થઈને આલ્કોહૉલ બની જાય છે. ચિમ્પાન્ઝીઓને આ સડેલાં ફળ ખાવાનું બહુ ગમે છે. ફર્મેન્ટ થયેલી શુગરવાળાં આવાં ફળો ખાય ત્યારે એમાંથી બે પેગ ડ્રિન્ક જેટલો નશો તેમને ચડી જાય છે.

ચિમ્પાન્ઝી

જંગલોમાં રહેતા ચિમ્પાન્ઝીઓની સંખ્યા ભારતમાં તો નથી, પરંતુ યુગાન્ડાનાં જંગલોમાં ઘણા ચિમ્પાન્ઝીઓ વન્યજીવનમાં મુક્તપણે જોવા મળે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં નોંધાયું હતું કે જંગલી ચિમ્પાન્ઝીઓ પણ માણસોની જેમ આલ્કોહૉલનું સેવન કરે છે. વૈજ્ઞાનિકોએ ૨૦ ચિમ્પાન્ઝીઓના યુરિનનાં સૅમ્પલની તપાસ કરેલી. ઓવરઑલ હેલ્થ પૅરામીટરની તપાસ માટે આ  પરીક્ષણ કરવામાં આવેલું. જોકે એમાં એક હટકે વાત જોવા મળી હતી આલ્કોહૉલ. ૧૭ ચિમ્પાન્ઝીઓના યુરિનમાં આલ્કોહૉલનું પ્રમાણ વધતેઓછે અંશે જોવા મળ્યું. સામાન્ય રીતે માણસ એક-બે પેગ દારૂ પી લે તો જેટલો આલ્કોહૉલ યુરિનમાં નીકળે એટલી મોટી માત્રામાં એ ચિમ્પાન્ઝીમાં પણ જોવા મળ્યું. હવે જંગલમાં ‌એમને કોણ દારૂ પાવા આવતું હશે એ સવાલ થાય તો એનોય જવાબ યુગાન્ડાના કિબાલે નૅશનલ પાર્કના વૈજ્ઞાનિકોએ શોધ્યો છે. જંગલમાં સ્ટાર ઍપલ નામનું ફળ સડી જાય તો એમાંથી શુગર ફર્મેન્ટ થઈને આલ્કોહૉલ બની જાય છે. ચિમ્પાન્ઝીઓને આ સડેલાં ફળ ખાવાનું બહુ ગમે છે. ફર્મેન્ટ થયેલી શુગરવાળાં આવાં ફળો ખાય ત્યારે એમાંથી બે પેગ ડ્રિન્ક જેટલો નશો તેમને ચડી જાય છે.

offbeat news wildlife international news healthy living health tips