કૂતરા આપણા ૧૬,૦૦૦ વર્ષ જૂના દોસ્ત છે એવું વૈજ્ઞાનિકોએ રિસર્ચ કરીને તારવ્યું છે

29 March, 2026 02:00 PM IST  |  Turkey | Gujarati Mid-day Correspondent

કેટલીક જગ્યાએ માણસોની કબરની સાથે ગલૂડિયાંઓને દફનાવવામાં આવ્યાં હોવાનું નોંધાયું છે એ બતાવે છે કે માણસો અને કૂતરાઓ વચ્ચેની દોસ્તી લગભગ ૧૬,૦૦૦ વર્ષ જૂની હોય એવી સંભાવના છે

માણસો પોતાની સેફ્ટી માટે કૂતરાઓને પોતાની સાથે રાખતા હતા

માણસોના વફાદાર દોસ્તની વાત આવે ત્યારે સૌથી પહેલાં શ્વાનને યાદ કરવામાં આવે. જોકે આ વાત આજકાલની નથી. કૂતરાઓ અને માણસોની દોસ્તી વર્ષો નહીં, સદીઓ જૂની છે. ટર્કીના પિનારબાશીમાં લગભગ ૧૫,૮૦૦ વર્ષ જૂના કૂતરાના ગલૂડિયાના મૂળભૂત કોષો મળ્યા છે. આ ગલૂડિયું બે ભૂરા વરુઓના સંગમમાંથી પેદા થયું હતું. અલબત્ત, એવું કઈ રીતે શક્ય બન્યું એનું રહસ્ય હજી શોધાયું નથી. ટર્કીના નિષ્ણાતોનું માનવું છે કે અત્યાર સુધીમાં જોવા મળેલા કૂતરાઓના અવશેષોમાંથી પિનારબાશીમાં મળેલા અવશેષો સૌથી જૂના છે. આ અભ્યાસમાં દાવો થયો છે કે કૂતરાઓને માણસોએ પહેલેથી જ વફાદાર દોસ્ત બનાવી લીધા હતા. માણસે ખેતી કરવાની શરૂઆત કરી એ પહેલાંથી, કેમ કે તેઓ જ્યારે જંગલમાં ભ્રમણ કરતા હોય કે ભોજન માટે શિકાર કરતા હોય ત્યારે માણસો પોતાની સેફ્ટી માટે કૂતરાઓને પોતાની સાથે રાખતા હતા. કેટલીક જગ્યાએ માણસોની કબરની સાથે ગલૂડિયાંઓને દફનાવવામાં આવ્યાં હોવાનું નોંધાયું છે એ બતાવે છે કે માણસો અને કૂતરાઓ વચ્ચેની દોસ્તી લગભગ ૧૬,૦૦૦ વર્ષ જૂની હોય એવી સંભાવના છે. 

offbeat news turkey wildlife international news world news