22 August, 2026 12:30 PM IST | Thiruvananthapuram | Gujarati Mid-day Correspondent
સ્કૉટલૅન્ડના સંસદસભ્યએ કેરલમમાં સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં લગ્ન કર્યાં
યુરોપના સ્કૉટલૅન્ડના સંસદસભ્ય માર્ટિન ડેએ કેરલમમાં રહેતાં નીતિન ચંદ સાથે ગુરુવાયુર મંદિરમાં લગ્ન કર્યાં હતાં. નીતિન મૂળ એર્નાકુલમ જિલ્લાના પીરવમ ગામની છે. તે ભણવા માટે ૨૦૦૮માં બ્રિટન ગઈ હતી અને એ પછી તે મૅનેજમેન્ટ સ્ટડીઝનું ભણવા સ્કૉટલૅન્ડ ગઈ ત્યારે માર્ટિન સાથે પ્રેમમાં પડી હતી. માર્ટિન અને નીતિન ચંદે બ્રિટનમાં ઑલરેડી એક વાર લગ્ન કરી લીધાં હતાં, પરંતુ નીતિનની ઇચ્છા હતી કે તે દક્ષિણ ભારતીય પરંપરા અનુસાર લગ્નની વિધિ કરાવે. જોકે એ પછી વિશ્વભરમાં કોરોના ફેલાયો એટલે લગ્ન ટળ્યાં. એ પછી બીજી વાર જ્યારે તે લગ્ન માટે કેરલમ આવી તો વરસાદને કારણે પૂર આવ્યું એટલે ફરી લગ્ન ન થઈ શક્યાં. આખરે ગઈ કાલે તે કેરલમ આવી હતી અને વર્ષો પહેલાંની ઇચ્છા પૂરી કરી હતી.