19 February, 2026 10:57 AM IST | Vietnam | Gujarati Mid-day Correspondent
બાળકનું કુતૂહલ ક્યારેક મોટી દુર્ઘટના ન સર્જે એ માટે નાક-કાનની થોડીક પીડા પણ અવગવણી નહીં.
વિયેટનામમાં એક બાળકને અચાનક જ કાનમાં ખૂબ તેજ પીડા થવાની શરૂ થતાં પરિવારજનોને થયું કે નાહતી વખતે પાણી કાનમાં જતું રહ્યું હશે. તેમણે ઘરેલુ ઉપચારો કર્યા પણ કોઈ ફરક ન પડ્યો. પીડા ઘટવાને બદલે વધી રહી હતી એટલે આખરે તેને હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યું. ત્યાં પીડા થવાનું કારણ સમજવા માટે ડૉક્ટરોએ કાનની અંદર મશીન નાખીને જોયું તો દંગ રહી ગયા. કાનની અંદર સ્ક્રૂ ભરાઈ ગયો હતો. કોઈ રમકડામાંથી નીકળેલો સ્ક્રૂ રમતાં-રમતાં બાળકના કાનમાં જતો રહ્યો હતો. આ સ્ક્રૂ ઇઅર-ડ્રમની એકદમ નજીક હતો. આ એ ભાગ છે જે જરાઅમથો પણ ડૅમેજ થાય તો શ્રવણશક્તિ ડૅમેજ થઈ શકે છે. ડૉક્ટરોએ ખૂબ સાવધાની રાખી એન્ડોસ્કોપી કૅમેરા નાખીને કાનમાંથી સ્ક્રૂ બહાર કાઢવાની પ્રોસીજર કરી હતી. નાનાં બાળકો સામાન્ય રીતે કુતૂહલવશ નાક અને મોંમાં નાની ચીજો અંદર નાખી દેતાં હોય છે. બાળકનું કુતૂહલ ક્યારેક મોટી દુર્ઘટના ન સર્જે એ માટે નાક-કાનની થોડીક પીડા પણ અવગવણી નહીં.