✕

મહિનાઓથી આ ભાઈને આંખમાં અને માથામાં દુખતું હતું, તપાસ કરતાં ખબર પડી કે આંખમાં દાણો ફણગી રહ્યો છે

30 October, 2026 01:02 PM IST  |  Siberia | Gujarati Mid-day Correspondent

મૅક્સિમને છેલ્લા ઘણા મહિનાઓથી દેખાવાનું ઝાંખું થવા લાગ્યું હતું અને માથામાં પણ સણકા માર્યા કરતા હતા. ક્યારેક તો તેને બધી ચીજો બબ્બે દેખાતી હતી. જ્યારે તે ડૉક્ટર પાસે ગયો ત્યારે શરૂઆતમાં તો ડૉક્ટરને કંઈ અજુગતું ન લાગ્યું.

મૅક્સિમની આંખના પડદા પાછળ દાણો અંકુરિત

આંખમાં ઝાંખું દેખાય કે માથું દુખે તો આપણને લાગે કે ચશ્માંનાં નંબર વધ્યા હશે, પણ હંમેશાં એવું જ હોય એવું જરૂરી નથી. સાઇબેરિયાના મૅક્સિમ સ્લેપ્સોવ નામના એક ભાઈને આવી ધારણા કરવાનું ભારે પડ્યું. મૅક્સિમને છેલ્લા ઘણા મહિનાઓથી દેખાવાનું ઝાંખું થવા લાગ્યું હતું અને માથામાં પણ સણકા માર્યા કરતા હતા. ક્યારેક તો તેને બધી ચીજો બબ્બે દેખાતી હતી. જ્યારે તે ડૉક્ટર પાસે ગયો ત્યારે શરૂઆતમાં તો ડૉક્ટરને કંઈ અજુગતું ન લાગ્યું પણ જ્યારે ૪ મહિના સુધી લક્ષણો કાબૂમાં ન આવ્યાં એટલે ડૉક્ટરોએ કમ્પ્યુટેડ ટોમોગ્રાફી સ્કૅન કરવાનું નક્કી કર્યું. એમાં ખબર પડી કે આંખના પડદાની પાછળ એક દાણો અંકુરિત થઈ રહ્યો છે. હા, લિટરલી કોઈક દાણો ફણગીને એમાંથી મૂળિયાં નીકળવાનું શરૂ થઈ ગયું હતું. આ મૂળિયાં આંખના ટિશ્યુમાં ૩ મિલિમીટર જેટલાં અંદર ઘૂસી ગયાં હતાં. ડૉક્ટરોએ આવું કઈ રીતે થયું એ સમજવા માટે મૅક્સિમની છેલ્લા ૪-૫ મહિનાની હિસ્ટરીનો સઘન અભ્યાસ કર્યો તો ખબર પડી કે પાંચેક મહિના પહેલાં તે ફરવા ગયો હતો ત્યારે પડી ગયો હતો અને એ વખતે વૃક્ષની એક કોમળ ડાળખી તેની આંખમાં વાગી હતી. જોકે એ વખતે આંખમાં કોઈ જ નુકસાન થયું હોય એવું લાગતું નહોતું. માત્ર આંખમાં ખંજવાળ આવતી હતી એટલે તેણે એ ઘટનાને બહુ ગંભીરતાથી લીધી નહોતી. 

international news offbeat news world news