25 December, 2025 02:38 PM IST | Britain | Gujarati Mid-day Correspondent
પાતાલલોકમાં સમાઈ ગઈ નહેર, પાળ તોડીને પાણી બહાર નીકળી જતાં નહેરમાં ફરતી બોટ કાદવમાં ફસાઈ
બ્રિટનના કાઉન્ટી શ્રોપશાયરમાં એક નહેરની અંદર સિન્કહોલ બની ગયો હતો. સામાન્ય રીતે રોડ પર ભૂવો પડી જાય છે અને ઉપરની સપાટી તૂટીને ધરતીમાં ઊંડો ખાડો પડી જાય છે, પણ આ વખતે વહેતી નહેરની નીચેની જમીનમાં ભૂવો પડી ગયો એને કારણે નહેરની પાળ તૂટીને પાણી બહાર નીકળી ગયું અને આખી નહેર ગણતરીની મિનિટોમાં સુકાઈ ગઈ. આ ઘટના બની ત્યારે એમાં બે બોટ તરી રહી હતી એ પણ પાણી નીકળી જવાથી નીચે બાકી બચેલા કાદવમાં ફસાઈ ગઈ. ત્રીજી એક બોટ સિન્કહોલ જ્યાં બન્યો હતો એના ઢોળાવ પર ઝૂકી ગઈ હતી. આ એવી લાંબી જહાજ જેવી બોટ છે જેને બ્રિટનમાં પાતળી નહેરમાં ફેરવવા માટે ખાસ ડિઝાઇન કરી છે.