14 November, 2025 01:00 PM IST | Australia | Gujarati Mid-day Correspondent
સૉફ્ટી
મશીનમાંથી હાઈ સ્પીડ પર ચર્ન થવાથી સૉફ્ટ થઈ જતા આઇસક્રીમની હવે ભારતમાં પણ જબરી બોલબાલા વધી છે. જોકે આ સૉફ્ટીમાં એક નવતર ફ્લેવરનો આવિષ્કાર ઑસ્ટ્રેલિયાએ કર્યો છે. એ ફ્લેવર છે બેસનના લાડુની. ભારતમાં પરંપરાગત તહેવારોમાં બેસનના લાડુનું આગવું સ્થાન છે. દિવાળીમાં ખૂબ બનતી આ વાનગીને આપણે ત્યાં મગસ કે મગદળ તરીકે ઓળખવામાં આવે છે. આ લાડુનો સ્વાદ ઑસ્ટ્રેલિયાની એક વેજિટેરિયન રેસ્ટોરાંએ સૉફ્ટી આઇસક્રીમમાં પીરસવાનું શરૂ કર્યું છે. આ રેસ્ટોરાં ભારતીય દ્વારા ચલાવવામાં આવે છે એટલે તેમણે ઑસ્ટ્રેલિયાના લોકોને ભારતનો પરંપરાગત સ્વાદ યુનિક રીતે પીરસવાનું શરૂ કર્યું છે. મશીનમાંથી લાડુની સૉફ્ટી બહાર આવે એ પછી મોંમાં થોડુંક કરકરું ટેક્સ્ચર ફીલ થાય એ માટે ઉપરથી પિસ્તા અને સૂકો મેવો ભભરાવવામાં આવે છે. બેસનના લાડુની આ સૉફ્ટી ભારતીયોમાં તો ઠીક, ઑસ્ટ્રેલિયનોમાં પણ બહુ ફેમસ થઈ ગઈ છે.